Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુખ્યાત બુટલેગર વિજય સિંધી સામે રેડ કોર્નર ઇસ્યુ થયા બાદ ગુજરાત હાઇકોર્ટનાં શરણે

અહેવાલ : કલ્પીન ત્રિવેદી વડોદરાનો કુખ્યાત બુટલેગર વિજય સિંધી દુબઈમાં છે. તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાતા દુબઈ પોલીસે તેની અટક કરી હતી. દુબઈની કોર્ટમાં કાર્યવાહી થતા તેને 02 લાખ દીનાર એટલે કે આશરે 44 લાખ રૂપિયાના...
કુખ્યાત બુટલેગર વિજય સિંધી સામે રેડ કોર્નર ઇસ્યુ થયા બાદ ગુજરાત હાઇકોર્ટનાં શરણે
Advertisement

અહેવાલ : કલ્પીન ત્રિવેદી

વડોદરાનો કુખ્યાત બુટલેગર વિજય સિંધી દુબઈમાં છે. તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાતા દુબઈ પોલીસે તેની અટક કરી હતી. દુબઈની કોર્ટમાં કાર્યવાહી થતા તેને 02 લાખ દીનાર એટલે કે આશરે 44 લાખ રૂપિયાના જામીન ભરવા પડ્યા હતા.

Advertisement

ક્યારે અને કેમ ઇસ્યુ થઈ હતી રેડ કોર્નર નોટિસ

Advertisement

રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર મારફત ઈન્ટરપોલ દ્વારા વિજય સિંધી સામે રેડ કોર્નર નોટિસ સપ્ટેમ્બર 2022માં જાહેર કરાવી હતી. વિજય સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાના મામલે તેનો પરિવાર હાઇકોર્ટ પહોંચ્યો હતો. વિજય સિંધીના વકીલ રાહુલ શર્માએ જણાવ્યું હતું કે વિજય સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર થતા દુબઈમાં 19 સપ્ટેમ્બર, 2022માં તેની અટક થઈ હતી. તેને 05 અઠવાડિયા જેલમાં રહેવું પડયું હતું. 25 ઓક્ટોબર 2022માં તેને 02 લાખ દીનાર એટલે આશરે 44 લાખ રૂપિયાના જામીન મુકવા પડ્યા હતા. તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો હતો.

સરકારી વકીલે શું કરી હાઇકોર્ટ સમક્ષ દલીલ

સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે વિજય સિંધી સામે 146 ગુન્હા નોંધાયેલા છે. જેમાં 72 ગુન્હાઓમાં પોલીસ ચોપડે તે વોન્ટેડ છે. જ્યારે 74 કોર્ટમાં ટ્રાયલ પેન્ડિંગ છે. વિજય સિંધીની પિટિશન દુબઈમાં થવી જોઈએ.

બચાવ પક્ષના વકીલે શું કરી એવી દલીલ કે હાઈકોર્ટે ઇસ્યુ કરી નોટિસ

વિજય સિંધીના વકીલ રાહુલ શર્માએ જણાવ્યું છે કે DG ઓફિસથી રેડ કોર્નર નોટિસની માહિતી રિલીઝ થઈ હતી તેમાં તેની સામે 38 ગુન્હા નોંધાયેલા જણાવ્યું હતું. તો પછી 146 ગુન્હા કેવી રીતે થયા ? વિજય સિંધી પર બધા પ્રોહેબિશનના કેસ છે અને રેડ કોર્નર નોટિસ ગંભીર ગુન્હાઓમાં જાહેર થાય છે, સામાજિક ગુન્હાઓમાં નહીં. આ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની વાત છે. જેમાં વ્યક્તિને સ્વતંત્ર રીતે ફરવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. રાહુલ શર્માએ જણાવ્યું હતું કે દુબઈની કોર્ટે પણ વિજય સિંધી વિરુદ્ધના આરોપો ખોટા હોવાનું માન્ય રાખ્યું છે. તેનું અરેસ્ટ વોરંટ રદ્દ કર્યું છે. તેનો પાસપોર્ટ અને ડિપોઝીટ પરત કરાઈ છે.હાઇકોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી છે. જે મુદ્દે આગામી 12 જૂન વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો : સુરતમાં પોલીસને મળી સફળતા, યુવકની હત્યા કરનાર ઇસમોને લીધા સકંજામાં

Tags :
Advertisement

.

×