Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાલિકા કમિશનરની ચેમ્બર સુધી જતી લોબીમાં છતના પોપડા ખર્યા

VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VMC - VADODARA) દ્વારા જર્જરિત અને ભયજનક માળખાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જો આવી જ કોઇ પરિસ્થિતી પાલિકાની કચેરીમાં જ સર્જાય તો, કાર્યવાહી કોણ કરશે !. આજે વડોદરા પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી...
vadodara   પાલિકા કમિશનરની ચેમ્બર સુધી જતી લોબીમાં છતના પોપડા ખર્યા

VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VMC - VADODARA) દ્વારા જર્જરિત અને ભયજનક માળખાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જો આવી જ કોઇ પરિસ્થિતી પાલિકાની કચેરીમાં જ સર્જાય તો, કાર્યવાહી કોણ કરશે !. આજે વડોદરા પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી જતી લોબીમાં છતના પોપડા ખર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના સમયે કચેરી ધમધમી રહી હતી. અને લોકોની ચહલ-પહલ પણ હતી. તેવામાં સદ્નસીબે તે સમયે કોઇ નીચે હાજર નહિં હોવાના કારણે જાનહાની થઇ ન્હતી. હવે પાલિકા આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Advertisement

છતના સળિયા સ્પષ્ટ દેખાવવા માંડ્યા

વડોદરામાં ચોમાસા અગાઉ ભયજનક લાગતા મકાનો સામે પાલિકાની નિર્ભયાત શાખા દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન પણ કેટલીક જગ્યાઓએ આ કામગીરી ચાલુ રહી હતી. તેવામાં વડોદરા પાલિકાની કચેરીમાં જ છતનું માળખું નબળું પડી રહ્યું હોય તે વાતની પ્રતિતિ કરાવે તેવી ઘટના હાલ સપાટી પર આવવા પામી છે. આજરોજ વડોદરા પાલિકાની કચેરીમાં જમીન મિલકત શાખાની ટેક્નિકલ કચેરી પાસેની લોબીમાં છતનો પોપડો ઉખડીને જમીન પર પડ્યો હતો. પોપડો પડવાના કારણે છતના સળિયા સ્પષ્ટ દેખાવવા માંડ્યા હતા. આ લોબીનો એક છોડે પાલિકા કમિશનરની ઓફીસ સુધી જાય છે.

શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું ?

આ ઘટના પાલિકાની કચેરી ચાલુ હોવાના સમયે સર્જાઇ હતી. તે સમયે પાલિકાની કચેરીમાં ભારે ચહલ-પહલ રહેતી હોય છે. જો કે, સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન્હતી. શહેરભમાં જર્જરિત માળખા સામે કાર્યવાહી કરતી પાલિકા હવે પોતાને ત્યાં જ માળખું નબળું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું ? સામાન્ય રીતે જો કોઇના મકાનમાં પોપડો ખરી પડ્યો હોય તો પાલિકા દ્વારા મકાન વપરાશ બંધ કરવા માટે તેને સીલ કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરતું હોય છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : મેયર સાથેની બેઠકમાં પૂર રાહતની બાકી ચૂકવણીનો પ્રશ્ન ઉછળ્યો

Advertisement
Tags :
Advertisement

.