Maharashtra ના જાલનામાં મોટી દુર્ઘટના, ટેક્સી કૂવામાં પડી, 7 ના મોત, 3 ઘાયલ
મહારાષ્ટ્ર (Maharashtra)ના જાલનામાં મુસાફરોથી ભરેલી એક ટેક્સી રસ્તાની બાજુના કૂવામાં પડી હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના જાલના જિલ્લાના રાજુર પાસે ખડેશ્વર બાબા મંદિર પાસે બની હતી. ટેક્સી અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થઈ હતી.
મળતી માહિતી મુજબ, બાઇક સાથે અથડાયા બાદ ટેક્સી રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડી હતી. કહેવાય છે કે ટેક્સીમાં લગભગ 15 થી 20 લોકો બેઠા હતા. જેમાંથી 7 મુસાફરોના મોત થયા છે જ્યારે 3 ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, ચનેગાંવના કેટલાક ભક્તો બસ દ્વારા પંઢરપુરથી જાલના આવ્યા હતા અને કાળી-પીળી ટેક્સી દ્વારા જાલનાથી રાજુર જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
ક્રેનથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા...
અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે વિરુદ્ધ દિશામાંથી આવતી મોટરસાઇકલને બચાવવાના પ્રયાસમાં તે રોડ પરથી પલટી ગઈ ત્યારે ડ્રાઇવર સહિત ટેક્સીમાં 12 લોકો હતા. "કાળી-પીળી ટેક્સી કૂવામાં પડી, તેના કેટલાક મુસાફરોને ફસાઈ ગયા કારણ કે આગળના દરવાજા જામ થઈ ગયા હતા," અધિકારીએ કહ્યું. ટેક્સી ડૂબવા લાગી. રોડના તે ભાગમાં રેલિંગ નથી. ટેક્સીમાંથી મૃતદેહો કાઢવા માટે ક્રેન તૈનાત કરવી પડી હતી.
આ પણ વાંચો : Assam નો મુસ્લિમ મેરેજ કાયદો શું હતો? હિમંત સરકારે કર્યો રદ્દ...
આ પણ વાંચો : Signature Bridge collapsed : ઉત્તરાખંડનો પહેલો સિગ્નેચર બ્રિજ બનતા પહેલા બીજી વખત તૂટ્યો...
આ પણ વાંચો : BJP ના રાષ્ટ્રીય પ્રવક્તાનો Congress પર હુમલો, કહ્યું- રાહુલ ગાંધી PM મોદી વિરુદ્ધ હિંસા ભડકાવવાનું...