Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: અંતરિયાળ વિસ્તારમાં બે દીપડા Mobile Camera માં કેદ થયા

અહેવાલ - રિતેશ પટેલ, વલસાડ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થતા બે દીપડા Mobile Camera માં કેદ થયા હતા. ઓઝરપાડા ગામમાં રાત્રિના સમયે પસાર થઈ રહેલા એક વાહન ચાલકે એક સાથે બે દીપડાને Mobile...
valsad  અંતરિયાળ વિસ્તારમાં બે દીપડા mobile camera માં કેદ થયા

અહેવાલ - રિતેશ પટેલ, વલસાડ

Advertisement

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થતા બે દીપડા Mobile Camera માં કેદ થયા હતા. ઓઝરપાડા ગામમાં રાત્રિના સમયે પસાર થઈ રહેલા એક વાહન ચાલકે એક સાથે બે દીપડાને Mobile Camera માં કેદ કર્યા હતા અને આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

બનાવની વિગત મુજબ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઓઝરપાડા ગામમાં રાત્રીના સમયે એક વાહનચાલક પોતાના પરિવાર સાથે પસાર થઈ રહ્યો હતો. આજે આજ સમયે અચાનક એકી સાથે બે દીપડા રસ્તા પર આવી ચઢ્યા હતા. રાત્રીના સમયે રસ્તો ક્રોસ કરતા આ બે દીપડાનો વિડિઓ વાહન ચાલકે પોતાના Mobile Camera માં કેદ કર્યા હતો.

Advertisement

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઓઝરપાડા ગામ અને એની આજુબાજુના વિસ્તારમાં દીપડાની અવરજવરના નિશાન જોવા મળી રહ્યા હતા જેથી ગામમાં દીપડાની હાજરીના કારણે લોકોમાં ડરનો માહોલ હતો. જોકે હવે એક નહીં પરંતુ એકી સાથે બે દીપડા રાત્રીના સમયે જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ પણ અનેક વખત વલસાડ જિલ્લાના જુદા જુદા ગામોમાં દીપડાઓ જોવા મળ્યા હોય એવી ઘટનાઓ સામે આવી છે. અનેક વખત દીપડાઓએ આ વિસ્તારમાં રહેતા લોકોના પાલતુ પશુઓના મારણ પણ કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે ફરી એકવાર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઓજર પાડા ગામમાં રાત્રિના સમયે એકી સાથે બે દીપડાઓ જોવા મળ્યા હતા. જેથી સ્થાનિકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવી અને દીપડાને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. જોકે ગામમાં દીપડાઓની હાજરીના કારણે ગામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Covid 19 : દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ! 227 દિવસ પછી નોંધાયા સૌથી વધુ, 3ના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.