Gujarat Politics : મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા ?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીની મુલાકાતે ગયા છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી હોવાનાં પ્રાથમિક અનુમાન છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જે.પી. નડ્ડાને મળશે એવી માહિતી છે.
Live Tv
Gujarat Police : DGP વિકાસ સહાયનું અભિયાન સફળ:જામીન પરથી ફરાર ૪૧ ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા!
ગુજરાતના પોલીસ વડા (DGP) વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા ખૂંખાર આરોપીઓને પકડવા માટે તા. ૨૬મી નવેમ્બરથી શરૂ કરેલું વિશેષ અભિયાન **'ઓપરેશન કારાવાસ'**માં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ ઓપરેશન થકી કાયદાથી દૂર રહેલા અનેક ગંભીર ગુનેગારોને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર, GRAP-4 લાગુ કરાયું, જાણો શું બદલાશે
દેશની રાજધાની દિલ્હીમાં વધુ એક વખત હવાનું સ્તર અત્યંત બિનઆરોગ્યપ્રદ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેને લઇને આવતી કાલથી કડક નિયમો લાદી દેવામાં આવનાર છે. જેની અસર શાળા અને ઓફિસોથી લઇને ટ્રકની અવર-જવર સુધી અનેક કામો પર પડશે. આ અગાઉ પણ હવાની ગુણવત્તા સુધારવા માટે કડકાઇ દાખવવામાં આવી હતી. જો કે, આ ટુંકાગાળાનો ઉપાય હોવાનું લોકોનું માનવું છે.
ટ્રમ્પનો દાવો જુઠો પડ્યો, થાઇલેન્ડ-કંબોડિયા વચ્ચે અથડામણ જારી રહી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત દુનિયા સમક્ષ જુઠા પડ્યા છે. હાલ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધની સ્થિતી ચાલી રહી છે. તાજેતરમાં તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જો કે, આ દાવો વધારે ચાલ્યો નહતો. અને બંને દેશો વચ્ચે તણાવની સ્થિતી યથાવત રહી છે. જેને પગલે ડોનાલ્ડ ટ્રમ્પની ફરી એક વખત દુનિયામાં ફજેતી થવા પામી છે.
Smita Patil : બોલિવુડમાં દંતકથા સમાન એક ઉત્તમ કલાધાત્રી
સ્મિતા પાટીલનું નામ લેતાં જ ભારતીય સમાન્તર સિનેમાના એક મહત્વના અધ્યાયની યાદ આવે છે, ‘સમાન્તર સિનેમા' એ એક વૈકલ્પિક ફિલ્મ ધારા છે જે ૧૯૬૦ના અંતથી ૧૯૮૦ના દાયકા સુધી મુખ્યધારાના ગ્લેમરસ બોલિવૂડની સમાંતરે ઊભી થઈ અને વાસ્તવિક જીવનના સામાજિક અન્યાય, જાતિવાદ, લિંગ શોષણ, ગરીબી તથા ગ્રામીણ-શહેરી વિસંગતતાઓને ઓછા બજેટ, વાસ્તવિક સ્થળો, થિયેટરી પ્રશિક્ષિત કલાકારો અને લાંબા શોટ્સ વડે ચિત્રિત કરવામાં આવી.
મેસીની 10 મિનિટની હાજરી! કોલકાતામાં ભડકેલા ચાહકોએ ખુરશીઓ તોડી નાખી
ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીના ભારત પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં આયોજિત ઇવેન્ટમાં મેસી માત્ર 10 મિનિટ માટે જ હાજર રહ્યા અને વહેલા નીકળી ગયા. હજારો ચાહકો તેમની એક ઝલક જોવા માટે લાખો રૂપિયા ખર્ચીને આવ્યા હતા. આ ટૂંકા દેખાવથી ગુસ્સે ભરાયેલા પ્રશંસકોએ સ્ટેડિયમમાં બોટલો ફેંકી અને ખુરશીઓ તોડીને ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
Silver Price Record break : ચાંદીના ભાવ ₹2,00,000 ને પાર, માર્કેટ કેપિટલાઇઝેશનમાં માઇક્રોસોફ્ટને પછાડી દીધું!
ચાંદીના ભાવ પ્રથમ વખત 2,00,000 પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયા છે. આ સાથે તેણે 46 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને YTD 120% નું જંગી વળતર આપ્યું છે. ચાંદી હવે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે માઇક્રોસોફ્ટને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી એસેટ બની ગઈ છે. વિશ્લેષકો માને છે કે ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાને કારણે આગામી વર્ષે ભાવ 2,50,000 સુધી પહોંચી શકે છે.
Jamnagar : માનવીનો ક્રોધ ક્યાં જઈને અટકશે?
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનાં દિવસે ખૂની ખેલ ખેલાયો હતો.
Eye care: આંખોની રોશની સુધારવા માટે ગાજર રામબાણ ઈલાજ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યા ઉપાયો
આયુર્વેદ (Ayurveda)ના વિદ્વાન આચાર્ય બાલકૃષ્ણએ શિયાળામાં ઉપલબ્ધ ગાજરના રસને દ્રષ્ટિ સુધારવા માટે Super food ગણાવ્યુ છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટીન વિટામિન Aમાં રૂપાંતરિત થાય છે. જે રાત્રિ અંધત્વ અને મોતિયા સામે રક્ષણ આપે છે. ગાજરના રસથી આંખોની બગડતી દ્રષ્ટિમાં સુધારો થઈ શકે છે. આચાર્યએ ગાજરના સેવનથી કેટલાક ઉપાયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સાર્વજનિક કર્યા છે. આવો જાણીએ બાલકૃષ્ણએ આપેલી ટિપ્સ.
Dharma: 'મંદિરનો ઘંટ' પરંપરાથી આગળ,આધુનિક વિજ્ઞાનથી પણ ઊંડું રહસ્ય
Dharma: ભારતના લગભગ દરેક પ્રાચીન મંદિરમાં પ્રવેશદ્વારે એક મોટો ઘંટ લટકતો હોય છે. ઘણા લોકો માને છે કે ઘંટ દેવોને ને “જગાડવા” માટે વગાડવામાં આવે છે. અથવા આપણી હાજરી પૂરાવા માટે વગાડવામાં આવે છે. કારણ કે આપણા વડીલોએ આવુ જ આપણને શીખવ્યું છે. જો કે ઘંટ વગાડવાની પરંપરાના પાછળ ધર્મ કરતાં પણ વધુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.
Refrigerator માંથી આવતો હળવો વીજ કરંટ સાબિત થઈ શકે છે જીવલેણ, તાત્કાલિક તપાસો આ કારણો
શું તમારી Refrigerator માંથી વારંવાર હળવા ઇલેક્ટ્રિક ઝટકા આવે છે?, તો તમારે તરત સતર્ક થઈ જવાની જરૂર છે. આ હળવો વીજળીનો કરંટ જીવલેણ બની શકે છે. પહેલા તો એ સમજવું જરૂરી છે કે, તમારા રેફ્રિજરેટરમાંથી વીજ કરંટ કેમ આવે છે. ફ્રીજમાંથી આવતો કરંટ કદાચ સંકેત હોઈ શકે છે કે, તમારું ફ્રીઝ હવે જૂનું થઈ ગયું છે. અને તમારે હવે નવું રેફ્રિજરેટર ખરીદવું પડશે.
Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
Bharuch: ભરુચમાંથી મોટા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો, 14 મહિલા સહિત 18 લોકોને પોલીસે પકડ્યા
Bharuch: ભરૂચમાં બાંગ્લાદેશી મહિલાઓને નોકરીની લાલચ આપી દેહ વેપારમાં ધકેલવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG અને LCBએ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખ સહિત 18ની ધરપકડ કરી છે. ફારૂક ખોટા દસ્તાવેજોથી રહી, 60 મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવ્યો હતો અને તેમને સ્પા તથા ગેસ્ટ હાઉસમાં દેહ વ્યપાર કરાવતો હતો.









